મોરબી જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટરના ત્રણ આર્મ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ આદેશ ભંગના નોંધાયેલ ગુના બાદ વધુ એક હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપર પણ ગુજરાત કેડરની તાલીમની ફરજમાં મનસ્વી રીતે ગેરહાજર રહેવા બાબતે તેમજ ત્યારથી લઈ આજદિન સુધી આદેશ મુજબના પોલીસ મથકમાં વારંવાર નોટીસ આપવા છતાં હાજર નહીં થતા તેની સામે આદેશ ભંગના ગુના હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ મથકમાં ઓન પેપર ફરજ ઉપર રહેલા આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી હરપાલસિંહ પરમારને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા
ફરજ પર હાજર થવા અંગે અલગ અલગ ત્રણ નોટીસની બજવણી કરવામાં આવેલ તેમ છતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર હળવદ પોલીસ સ્ટેશન કે ઉપરી અધિકારીની કચેરી ખાતે ફરજ પર હાજર ન થયેલ હોય અને પોતાની મનસ્વી રીતે ગેરહાજર રહી પોલીસ ખાતામાં ડીસીપ્લીન ફોર્સના કર્મચારી તરીકે પોલીસ ખાતાના મુળભુત નિયમો તથા હુકમોનો અનાદર કર્યો હોય જેથી તેમની સામે આઇપીસી જી.પી. એક્ટ કલમ ૧૪૫(૨) (C)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.