ટંકારા ગામમાં આવેલ રાજકોટ મોરબી હાઇવે પર પાણીના વહેણ ઉપર ગેરકાયદે બાંધકામ તથા કારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા ઘરની આગની ભાગે બાંધકામ કરી સરકારી જમીન પર દબાણ કરનાર ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ગણેશપર ગામે રહેતા દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા નામના યુવકે ટંકારા ગામમાં આવેલ રાજકોટ મોરબી હાઇવે પરની ખીજડીયા ચોકડી પાસે આવેલ હનુમાનજી ના મંદીર પાસે પાણીના વહેણ ઉપર ગેરકાયદે બાંધકામ કરનાર તેમજ ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા ઘરના આગળના ભાગે ગેરકાયદેસર બાંધકામ કરનાર આમદભાઇ નુરાભાઇ ઘાચી (માડકીયા) (રહે. ટંકારા) નામના શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે.