દિપાવલી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોરબી સહિત જિલ્લામા શહેર અને તાલુકા મથકોએ ફટાકડાનુ વેચાણ શરૂ થઇ ચુકયુ છે. ત્યારે મોરબી શહેરમા લાયસન્સ વગર ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ એચ.એ. જાડેજાની સુચના મુજબ આગામી દિવાળી તહેવાર અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન મોરબી વાવડીરોડ ક્રિષ્ના પાર્ક સામે જાહેર રોડ ઉપર કપડાનો મંડપ નાખી લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ઉભો કરી સ્ફોટક પદાર્થના આતીશબાજુ થાય તેવા ફટાકડાઓનુ કોઇજાતના ફાયરસેફટીના સાધન વગર વેચાણ કરતા શબીરભાઇ નુરમામદભાઇ પાયક (રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા)ને પકડી પાડી આરોપી વિરુધ્ધ ધી.એકસપ્લોફજીવ એકટ કલમ.૯ (બી)(૧બી) તથા ઇ.પી.કો કલમ.૨૮૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.