મોરબી:કાયદો સૌના માટે સમાન તે યુક્તિ મુજબ જાહેરમાં કારના બોનેટ ઉપર અલગ અલગ પાંચથી છ કેક રાખી તેનું તલવારથી કટીંગ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના જીઆરડી જવાન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થતા જીઆરડી જવાન સામે જાહેરનામના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હરેશભાઇ પોપટભાઇ સોલંકી રહે-ઉચી માંડલ તા-જી-મોરબી તથા તપાસમા ખુલ્લે તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ગઈ તા. ૨૦/૦૯ના રાત્રીના નવ વાગ્યાની આસપાસ આરોપી હરેશભાઇએ પોતાના જન્મ દિવસ અન્વયે નીચી માંડલ ગામથી વાકડા જવાના રસ્તે ચોકડી ઉપર આવેલ શ્રીહરી કોમ્પલેક્ષ પાસે ખુલ્લી જગ્યામા એક કાળા કલરની સ્કોર્પીયો ગાડીના આગળના બોનેટ ઉપર અલગ અલગ ફોટાઓ તથા હરેશ નામવાળી કેક રાખી તલવાર જેવા તીક્ષણ હથીયારથી કેક કાપી લોકોના માનસ ઉપર ભય ફેલાવવા ઇન્સટ્રાગ્રામ સોશીયલ મીડીયા ઉપર વીડીયો પોસ્ટ કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધીના જાહેર નામાનો ભંગ કર્યો હોય જેથી જીઆરડી જવાન હરેશભાઇ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.