હાલ જ્યારે આજના આ આધુનિક સમયમાં પણ પુત્ર મોહની ઈચ્છા ધરાવતા લોકો દીકરીને રસ્તા પર રઝળતી છોડીને ચાલ્યા જાય છે ત્યારે મોરબીના એક દંપતીએ તેના કુટુંબિક ભાઈની દીકરીને દત્તક લીધી હતી. જેનો ગઈકાલે પ્રથમ જન્મ દિવસ હોય જેને દંપતીએ તેની દીકરી સાથે મોરબીના રામધન આશ્રમ ખાતે ઉજવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પાંચોટીયા અને પ્રભુકૃપામાં રહેતા હરદીપભાઈ શાંતિભાઈ પાંચોટીયા બન્ને કૌટુંબિક ભાઈઓ થાય છે. જેમાં હરદીપભાઈ પાંચોટીયાના ઘરે બે દીકરીઓ હતી અને ગત વર્ષે ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. આ સમયે જયેશભાઈ પાંચોટીયા અને તેમના પત્ની અલ્પાબેન પાંચોટીયાએ હરદીપભાઈની નાની દીકરીને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. અને જયારે બાળકી એક મહિનાની હતી. ત્યારથી જ આ દંપતીએ બાળકીને દત્તક લીધી હતી. હાલ જ્યારે આજના આ આધુનિક સમયમાં પણ પુત્ર મોહની ઈચ્છા ધરાવતા લોકો દીકરીને રસ્તા પર રઝળતી છોડીને ચાલ્યા જાય છે ત્યારે મોરબીના આ દંપતીએ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. ત્યારે આજે આ દીકરી “શ્રી” એક વર્ષની થતાં સગા-સબંધીની હાજરીમાં રામધન આશ્રમ ખાતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરીને દીકરીનો જન્મદિવસ ઉજવ્યો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.