Thursday, December 26, 2024
HomeGujaratMorbiમતદાન મથક પર નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મતદાન મથક પર નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

- Advertisement -
- Advertisement -

આગામી ૬૫ – મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કેતન જોષીએ જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે.

જાહેરનામા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકશે નહીં તેમજ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકાશે નહીં. મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઇને જઇ શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ આગામી તા. ૦૩-૧૧-૨૦૨૦ રોજ રહેશે.

કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!