મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ચિરાગભાઈ સેતા, રાણેવાડીયા દેવેશ, મુસાભાઇ બ્લોચ વગેરે દ્વારા મોરબીમાં આવેલ પોસ્ટ ઓફિસ મોટી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે…
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, રાણેવાડીયા દેવેશ, મુસાભાઇ બ્લોચ દ્વારા સાંસદ સભ્ય વિનોદ ચાવડા, મોરબી કલેકટર તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને પત્ર લખી મોરબીમાં આવેલ પોસ્ટ ઓફિસ મોટી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કારણે કે મોરબી પોસ્ટ ઓફિસમાં દરરોજ 150-200 જેટલા લોકો કામ અર્થે આવે છે. જેમાં વિકલાંગો, સીનીયર સીટીઝન, પેરેલાઇસ વાળા અને ગર્ભવની મહિલાઓ પણ પોસ્ટ ઓફિસમાં આવે છે. જેવો ઉભા રહી શકતા નથી અથવા ત્યાં બેસવાની પણ વ્યવસ્થા નથી. પોસ્ટ ઓફિસ નાની હોવાથી ધક્કા મુક્કીના દ્રશ્યો પણ સર્જાય છે જેને કારણે અમુક લોકો પડી જવાના પણ બનાવો બને છે. તેમજ સાવસર પ્લોટ પોસ્ટ ઓફિસ, ગ્રીન ચોક પોસ્ટ ઓફિસ સહિત અનેક પોસ્ટ ઓફિસો બંધ પણ થઈ ગઈ છે. જેથી મોટી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તેથી સામાજિક કાર્યકર્તાઓએ મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે બે માળની પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ છે. તેમજ ટૂંક સમયમાં મોરબી નગર પાલિકામાં મહાનગર પાલિકા બનવા જઈ રહી છે તો પોસ્ટ ઓફિસ નાની પડતી હોવાથી અન્ય જગ્યાએ જમીન ફાળવી મોટી બનાવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર્તાઓએ મોરબીની જનતા વતી કરી છે…