મોરબી જિલ્લામાં સીરામીક પેપરમીલ, પોલીપૈક, લેમીનેટ, ઘડીયાલ, પેકેજીંગ, મીઠા ઉધોગ તથા અન્ય ઉધોગો સોળે કળાએ ખીલ્યા હોવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મોરબી શહેરના ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક સિગ્નલ મુકવાની માંગ સાથે મોરબી સીરામીક મેન્યુફેક્ચર્ષ એસોના નેજા હેઠળ રાજયમંત્રી બ્રિજેશ મેંરજાને લેખિત રજુઆત કરાઈ છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં ઉદ્યોગોના ઝડપી વિકાસ સાથે મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ વધારો થતો જાય છે. મોરબી શહેરમાં અમુક પોઈન્ટ ઉપર ટ્રાફિક જામ થવાથી આ ટ્રાફિક હળવો કરવો પોલીસ જવાનો માટે માથાના દુખાવા સમાન બની રહે છે.મોરબી શહેરમા વઘતા જતા ટ્રાફિક ના સંદર્ભે એસ.પી.ની આગેવાનીમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને મોરબી જીલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પદાધિકારીઓની મિટીંગ યોજાઈ હતી અને મીટીંગમાં હાજર રહેલ તમામ હોદ્દેદારોના મંતવ્યો મુજબ મોરબી શહેરના ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક સિગ્નલ મુકવા અતિ આવશ્યક છે.
સિગ્નલ ને પગલે ટ્રાફિકથી રાહત મળે અને ટ્રાફિક પોલીસ જવાનોને પણ સરળતા રહે તેજમ ટ્રાફિક જવાનોની સંખ્યા પણ મર્યાદિત થઈ શકે તેમ છે. જેથી પગાર ખર્ચ પણ ઘટી જશે અને છંધની પણ બચત થશે અને પ્રદુષણ થી પણ રાહત થશે. તેમ અંતમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ એસો.ના મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઇલ્સ એસો.ના નિલેશભાઈ જેતપરિયા, મોરબી સીરામીક મેન્યુફેક્ચરશ એસો.ના પ્રમુખ વિનોદભાઈ ભાડજા, સેનેત્રીવેર એસો.ના કિરીટભાઈ પટેલે રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.