વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર સિંધાવદર દરવાજા એક્સીસ બેંક પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ એક ઇસમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી મનોજભાઈ શાંતિલાલ વાંઝા ઉવ.૩૩ રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ હાઈસ્કૂલ પાસે ના કબ્જામાંથી વર્લી ફીચર્સના આંકડાઓ લખેલ અલગ અલગ ચિઠ્ઠીઓ સહિત રોકડા રૂ.૨૮૦/- સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.