અડગ મનના માનવીને પર્વત પણ રોકી શકતો નથી તે યુક્તિને મોરબીના દિવ્યાંગ બાળકે સાર્થક કરી બતાવી છે. મોરબીના દિવ્યાંગ બાળક જય ઓરિયાએ શ્રદ્ધાપૂર્વક શિવના સાનિધ્યમાં જવા માટે આંતરિક ઊર્જાનો સંચાર કરી એડવેન્ચર કેદારનાથ યાત્રા પૂરી કરી છે.
મોરબીના દિવ્યાંગ બાળક જય ઓરિયાએ શિવના સાનિધ્યમાં જવા માટે આંતરિક ઊર્જાનો સંચાર કરી કેદારનાથ યાત્રા પૂરી કરી છે. મનોદિવ્યાંગ જય ઓરીયાએ ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ પડકારોનો સામનો કરી 5 દિવસ સુધી કેદારનાથ શિવના સાનિધ્યમાં રોકાયો હતો.
પગપાળા યાત્રા કરી ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપર ટ્રેકિંગ કરી જય ઓરિયાએ હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવતને પણ સાચી ઠેરવી છે.