Monday, November 18, 2024
HomeGujaratહળવદના કીડી અગર વિસ્તારના અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હળવદના કીડી અગર વિસ્તારના અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હળવદના કીડી અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર રન દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ,પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં 177 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો ડી.ચિંતન દોશી સાહેબ ,એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો પિનલ દામા ,આરબીએસકે મેડિકલ ઓફિસર ચાંદનીબેન કગથરા, સુનિલભાઈ કંઝારીયા , તથા એમ.પી ડબલ્યુ વિપુલ ભાઈ જોષી તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!