મોરબી સીટી એ ડિવિઝન શાગેરના જુના બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રીક્ષા સ્ટેન્ડ અંદર જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં આરોપી મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ ઉવ.૨૪ રહે. લાખુભા દરબારના મકાનમાં વીશીપરા હાઉસીંગ કવાર્ટર પાછળ મોરબી, સાગરપુરી નીતીનપુરી ગૌસ્વામી ઉવ.૨૭ રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી મોરબી, ઈમરાનભાઈ ગફારભાઈ પરમાર ઉવ.૪૨ લાતીપ્લોટ શેરી નં. ૮ મોરબી તથા મહમદભાઈ જીવાભાઈ પરમાર ઉવ.૪૧ રહે.લોમજીવન સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને રોકડા રૂ.૨,૭૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.