મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર શિવ પેલેસ એપાર્ટમેન્ટ નામથી નવા બની રહેલા શિવમ પેલેસમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી જુગારની મીની કલબ ઝડપી લેવામાં આવી છે. જેમાં જુગાર રમી રહેલા ૧૩ જેટલા જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૧ લાખ ૩ હજાર ૩૦૦ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળેલ કે પંચાસર રોડ થી વાવડી રોડ વચ્ચે આવેલ નાની કેનાલવાળા રસ્તે આવેલ શિવપેલેસ એપાર્ટમેન્ટ નામથી નવા બનતા ફ્લેટનું કામ ચાલુ તેમાં આવેલ શિવમ પેલેસમાં પહેલા માળે દરવાજા વગરના ફ્લેટમાં પ્રાગજીભાઈ છગનભાઇ ઓગણજા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા જુગાર રમી રહેલા કેવલભાઈ મનસુખભાઈ ભોરણીયા (ઉવ.૨૬ રહે.દર્પણ સોસાયટી શિવમ પેલેસ બ્લોક નં.૩૦૨), ધરમશીભાઈ હરિભાઈ કાવર (ઉવ.૭૦ રહે.નાના ભેલા તા. માળીયા(મી)), પ્રભુભાઈ મગનભાઈ આદ્રોજા (ઉવ.૫૬ રહે.પંચાસર રોડ ઉમિયાજી સોસાયટી), રમેશભાઈ કુવરજીભાઈ ઓગણજા (ઉવ.૪૯ રહે.છાત્રાલય રોડ વિજયપંચમી એપાર્ટમેન્ટ), જગદીશભાઈ હરીભાઈ કલોલા (ઉવ.૫૬ રહે.દલવાડી સર્કલ નજીક મહાદેવ હાઇટ્સ), વલ્લમજીભાઈ મોહનભાઈ માકાસણા (ઉવ.૭૦ રહે. ગામ ચરાડવા), જયંતીભાઈ છગનભાઈ પડસુંબીયા (ઉવ.૬૫ રહે. નાની વાવડી), ચંદુલાલ રતનશીભાઈ ગામી (ઉવ.૫૮ રહે.મહાદેવ હાઇટ્સ), નાગજીભાઈ છગનભાઈ દાવા (ઉવ.૫૪ રહે.નાની કેનાલ રોડ પ્રમુખસ્વામી એપાર્ટમેન્ટ), દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા (ઉવ.૬૨ રહે.રવાપર ઘુનડા રોડ હરિ ટાવરની બાજુમાં), કાનજીભાઈ રામજીભાઈ ભીમાણી (ઉવ.૫૩ રહે. નેસડા સુરજી તા. ટંકારા), આપાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉવ.૫૦ રહે.કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ એપાર્ટમેન્ટ), મનસુખભાઈ નરશીભાઈ ભાડજા (ઉવ.૬૦ રહે.નાની કેનાલ રોડ જાનકી એપાર્ટમેન્ટ)વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૦૩,૩૦૦/- જપ્ત કર્યા હતા. આ સાથે તમામ આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.