મોરબી શહેર પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે શકત શનાળાના જુના ગામમાં ઇન્દિરાવાસમાં અશ્વિનભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન મકાનમાં રૂમમાં આવેલ બેડમાંથી કાર્લ્સ બર્ગ બિયરના ૩૦ નંગ ટીન કિ.રૂ. ૬,૬૦૦/- મળી આવ્યા હતા. દરોડા દરમિયાન આરોપી અશ્વિનભાઈ સવજીભાઈ વાઘેલા હાજર મળી નહીં આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.