Monday, November 18, 2024
HomeGujaratમોટા દહીંસરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગના ઘોરની રકમમાંથી શાળાને 40 હજારનું દાન...

મોટા દહીંસરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગના ઘોરની રકમમાંથી શાળાને 40 હજારનું દાન અપાયું

મોટા દહીંસરા ગામના પરબતભાઇ ભવાનભાઈ હૂંબલ (સીતાબેન પરબતભાઇ આહીર વિદ્યાલય -મોરબી )ની દીકરી માયાબેનના લગ્ન પ્રસંગે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને રશ્મિતાબેન રબારીએ ગીતની રમઝટ બોલાવી હતી. આ ભવ્ય લોકડાયરામાં જે પૈસા ઘોર થાય તેમાં જે રકમ મળે તેમાંથી સ્મશાન, શાળા ,પ્રભાતફેરી વગેરે કામમાં રકમ દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જે જાહેરાતને પગલે આજે મોટા દહીંસરા કુમાર શાળામાં રૂપિયા 20000 અને મોટા દહીંસરા કન્યા શાળામાં 20000 મળી ગામની 2 પ્રાથમિક શાળાને કુલ 40000 દાન મળેલ છે. ગામના સારા કામો થાય એવા સારા વિચારથી આ એક ઉત્તમ ઉદાહરણ પરબતભાઇ હૂંબલએ પૂરું પાડ્યું છે.આ બદલ મોટા દહીંસરા કન્યા /કુમાર શાળા સમગ્ર શાળા પરિવાર પરબતભાઇ હૂંબલ અને મોટા દહીંસરા હૂંબલ પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!