મોરબીમાં નીચી માંડલ ગામ નજીક કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હતું.જેની જાણ થતા જ લોકોના ટોળા સ્થળ પાર એકત્ર થયા હતા. જે બનાવમાં એક યુવકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ફાયર વિભાગની જહેમત બાદ ૪૦ કલાક બાદ એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ત્યારે યુવકનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીનાં નીચી માંડલ ગામ નજીક કેનાલ પાસે એક દુર્ઘટના ઘટવા પામી છે. જેમાં કેનાલ પાસેથી પસાર થઇ રહેલ એક ડબલ સવાર બાઈક અચાનક કેનાલમાં ખાબક્યું હતું. ત્યારે બાઈક સવાર બે લોકો કેનાલમાં પડી ગયા હોવાની જાણ થતા જ સ્થાનિકો તથા રાહદારીઓ સ્થળ પર એકત્ર થયા હતા. જેના કારણે બાઈક સવાર એક યુવકનો આબાદ બચાવ થયો હતો. જયારે અન્ય યુવકનો પતો ન લાગતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમજ બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગનો કાફલો, સ્થાનિક પોલીસ તથા તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને યુવકને શોધવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. ત્યારે મહામહેનતે ૪૦ કલાક બાદ અશ્વિન કાળુભાઇ માધુતરીયા નામના ૧૮ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના ને લઈને નાના એવા ગામ માં શોકનો માહોલ જોવા મળ્યો છે હાલ આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે આશાસ્પદ યુવાન ના મોત થી ગરીબ પરિવાર પર પણ આભ ફાટી પડ્યું છે.