Thursday, January 9, 2025
HomeGujaratમધ્યપ્રદેશથી મોરબી તરફ મજૂરી માટે આવતી મહિલા સાથે દાહોદ નજીક ચાલુ બસમાં...

મધ્યપ્રદેશથી મોરબી તરફ મજૂરી માટે આવતી મહિલા સાથે દાહોદ નજીક ચાલુ બસમાં ડ્રાઇવર-કલીનરે આચર્યુ દુષ્કર્મ:માળીયા મી.પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી

દાહોદના ગરબાડા નજીક ઈન્દોર મુન્દ્રા રૂટ ની ખાનગી બસના ડ્રાઇવર-કલીનરે ચાલુ વાહને મોરબી તરફ આવતી પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે.એમપી થી મોરબી તરફ મજૂરી માટે આવતી પરણિતા સાથે ડ્રાઇવર અને કલીનરે ચાલુ બસે દુષ્કર્મ ગુજારતા મોરબી જિલ્લા પોલીસ વડાના આદેશથી ઝીરો નંબરથી માળીયા મી પોલીસે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મજૂરી કામ માટે એમપીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને મોરબી આવી રહેલી શ્રમિક મહિલા ઉપર દાહોદ ના ગરબાડા નજીક ચાલુ બસે ડ્રાઇવર-કલીનર નજર બગડતા મહિલા પર ચાલું બસે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. જે ઘટનાને લઈને ભોગ બનેલ મહિલાએ મોરબી પહોંચીને ૧૮૧ અભયમમાં સમગ્ર મામલે જાણ કરી હતી. જે ઘટનાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસવડાની સૂચનાથી ડ્રાઇવર-કલીનરની સામે ઝીરો નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જે ઘટના મામલે દાહોદ પોલીસને માળીયા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને દાહોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!