Wednesday, November 27, 2024
HomeGujaratહળવદની હરિદર્શન ચોકડી નજીક ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત

હળવદની હરિદર્શન ચોકડી નજીક ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત

હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર પુરપાટ ગતિએ ટાટા ટ્રક ચલાવી આગળ જતા અન્ય ટ્રકના પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જનાર ટાટા ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું જયારે સાથેના અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતના બનાવ અંગે ટાટા ટ્રકના જ અન્ય ચાલકની ફરિયાદના આધારે પોલીસે મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ-માળીયા હાઇવે ઉપર હરિદર્શન ચોકડી નજીક ટાટા કંપનીના ટ્રક રજી.નં. જીજે-૧૨-એઝેડ-૭૨૦૯ ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર પોતાની આગળ જઇ રહેલ અન્ય ટ્રકના ઠાઠામાં ભટકાડી દેતા અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં ટાટા ટ્રક ચાલક સોમાભાઇ બીજલભાઇ રબારી રહે-મેઘપર તા-લખપત જી-કચ્છને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ટાટા કંપનીના ટ્રકમાં સાથે બાજુની સીટમાં બેસેલ ફરિયાદી નથુભાઇ હમીરભાઇ રબારી ઉવ.૨૭ રહે.સામત્રા કચ્છને જમણી બાજુ આંખ નીચે સામાન્ય મુંઢ ઇજા પહોંચી હતી. સમગ્ર અકસ્માતના બનાવની હળવદ પોલીસ મથકમાં નથુભાઈ રબારીની ફરિયાદના આધારે પોલીસે મૃતક ટાટા કંપનીના ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!