Monday, September 9, 2024
HomeGujaratમોરબીના બંધુનગર ગામ પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો હડફેટે : અકસ્માત...

મોરબીના બંધુનગર ગામ પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો હડફેટે : અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર

મોરબીમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગત સવારે આઠેક વાગ્યાના અરસામાં એક ડમ્પર ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લીધો હતો. જેને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના જોધપર ગામે રહેતો અને મજૂરી કામ કરતો 30 વર્ષીય યુવક જગદીશ લક્ષ્મણભાઇ ઉભડીયા ગઈકાલે સવારે આઠેક વાગ્યાના અરસામાં તેનું GJ-36-Q-4772 નંબરનું એચ.એફ. ડીલક્ષ બાઈક લઈ બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવતા GJ-13-X-9698 નંબરના ડમ્પરનાં ચાલકે યુવકને પાછળથી ઠોકર મારી ફંગોળી દીધો હતો. અને પીઠ અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી પોતાનું ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થયો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે ડમ્પરના ચાલકને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!