મોરબીમાં વધુ એક માર્ગ અકસ્માતના બનાવમાં પુર ઝડપે ચલાવીને આવતા ડમ્પરના ચાલકે શાકભાજી લેવા જઈ રહેલા શ્રમિકને સામેથી ડમ્પરની ઠોકરે ચડાવતા ગંભીર ઇજાઓને કારણે શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભોપાલ જીલ્લાના બેરસીયા ગામે રહેતા જીવનસિંહ રામસિંગ દાગી ઉવ.૪૫એ ડમ્પર રજી. નં. જીજે-૦૨-એક્સએક્સ-૭૬૯૦ના આરોપી ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૩/૧૦ ના રાત્રીના સમયે ફરીયાદીના ભાઇ પ્રેમસિંગ ઉવ.૩૫ વાળા સ્કાઇપ સિરામીકથી ચાલીને જેતપર રોડ પાવડીયારી શાકમાર્કટમા શાકભાજી લેવા જતા હતા ત્યારે જેતપર રોડ પાવડીયારી શાકમાર્કટ નજીક ઉમીયા મીનરલ કારખાના પાસે રોડ ઉપર પહોચતા મોરબી તરફથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ડમ્પર ચાલક દ્વારા પોતાનું ડમ્પર ચલાવી આવીને મૃતક પ્રેમસિંગને આગળથી હડફેટ લેતા તેને હાથ-પગના આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રેમસિંગનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.