ટંકારાનાં ઉગમણા નાકે મહિલાએ નાના રોપા વાવેલ હોય તેમા નળી થી પાણી છાંટતા હતા તે વખતે પાણી ત્યાં રહેતા મહિલાનાં ઘરની દીવાલ પર ઉડતા બંને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારામારી થતાં બંને મહિલાઓએ સામસામી ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રથમ ફરિયાદ અનુસાર, ટંકારા ઉગમણા નાકા રહેતાં લલિતાબેન મોહનભાઇ ચાવડાનાં ઘરની દિવાલ પાસે મંજુબેન દિગુભાઈ સોલંકીએ પોતાના ઘરમાંથી પાણીની નળી ચાલુ કરેલ હોય અને દિવાલમાં પાણી જતુ હોય જેથી ફરિયાદી લલિતાબેને મંજુબેનને પાણીની નળી બંધ કરવાનું કહેતા મંજુબેને ગુસ્સામાં આવી જઈ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી, વાળ પકડી, જમીન પર પછાડી મુંઢ ઈજા કરી તથા દિગુભાઈ કરશનભાઈ સોલંકીએ પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, ટંકારા ઉગમણા નાકા રહેતાં મંજુબેન દિગુભાઈ સોલંકીએ પોતાના ઘરની બાજુમા આવેલ પોતાના પ્લોટમા શાકભાજી અને નાના રોપા વાવેલ હોય તેમા નળી થી પાણી છાંટતા હતા તે વખતે લલીતાબેન મોહનભાઈ ચાવડાએ ત્યાં આવી ફરીયાદી ને કહેવા લાગેલ કે, કેમ અમારી દિવાલમા પાણી છાંટેશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને જેમફાવેતેમ ગાળૉ આપવા લાગતા ફરીયાદીએ ગાળૉ આપવાની ના પાડતા લલિતાબેને મંજુબેનને વાળ પકડી, જમીનમા પછાડી મુંઢ ઈજા કરી તથા મોહનભાઈ માવજીભાઈ ચાવડાએ પણ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.