જાગૃત નાગરિક દ્વારા શંકાસ્પદ ઇકો કારનો પીછો કરતા કાર રેઢી મૂકીને ભાગી જતા પાડીને બચાવી લેવાઈ
હળવદના મિયાણી ગામે રાત્રીના અરસામાં ઇકો કારમાં આવેલ શખ્સો દ્વારા ભેંસની પાડીને ઇકો કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ચોરી કરી લઈ જતા હોય ત્યારે હળવદથી અજિતગઢ જઈ રહેલા જાગૃત નાગરિક દ્વારા શંકાસ્પદ ઇકો કારનો પીછો કરતા ઇકો કાર માનગઢ ગામ નજીક રોડ નીચે ઉતારી કાર રેઢી મૂકીને ભાગી ગયા હતા, ત્યારે ઇકો કારમાંથી ભેંસની દોઢ વર્ષની પાડીને છોડાવી તેના માલીકને સોંપવામાં આવી હતી, ત્યારે તેના માલીક દ્વારા હળવદ પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સહિત તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ સહિત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા રુપાભાઈ છેલાભાઈ ખોડા ઉવ.૨૯ એ ઇકો કાર રજી.નં. જીજે-૧૩-એનએન-૬૮૦૪ના ચાલક સહિતના આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૭/૧૦ના રોજ રાત્રીના રુપાભાઈની ભેંસની દોઢ વર્ષની પાડી કિ.રૂ. ૫ હજાર ઉપરોક્ત ઇકો કારણ ચાલક સહિતના આરોપીઓએ મિયાણી ગામે આવી ચોરી કરી લઈ જઈ તેમજ ભેંસની પાડીને અત્યંત ક્રૂરતાપૂર્વક ઇકો કારની અંદર સાંકળી જગ્યામાં બાંધી ત્યાં પાણી કે ઘાસચારાની સગવડ ન રાખી લઈ જતા હોય ત્યારે રાત્રીના અઢી વાગ્યા આસપાસ હળવદથી અજિતગઢ પોતાની કારમાં આવતા સુરેશભાઈ કિશોરભાઈ આહિરને ઇકો કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેને રોકવા ઇશારો કરેલ પરંતુ ઇકો કાર ચાલકે પોતાની કાર હંકારી મુકતા સુરેશભાઈ દ્વારા ઇકો કારનો પીછો કરતા માનગઢ ગામ નજીક ઇકો કાર રેઢી મૂકી ચાલક સહિતના આરોપીઓ નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ઇકો કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.