વર્ષ ૨૦૧૫માં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં સુરેશ મગનભાઈ રંગાડીયા નામનો ઈસમ જે ભોગ બનનાર નો કૌટુંબિક માસા થાય છે જે સગીરાને બાઈક પર બેસાડી અપહરણ કરી ગામની સીમમાં કપાસની વાડીમાં લઈ ગયો હોય અને ત્યાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી જાતીય પ્રવેશ હુમલો કર્યો હતો જે બાબતે સગીરાના પરિવારજનોને જાણ થતાં સુરેશ રંગાડીયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા આરોપી સુરેશ ની ધરપકડ કરવામાં આવી હતી બાદ આ કેસ મોરબી જિલ્લા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને આ કેસમાં આજે મેજિસ્ટ્રેટ ડી.પી. મહીડાએ ચુકાદો આપ્યો હતો જેમાં ફરિયાદી તરફના વકીલ દ્વારા સાબિત કરવા માટે 15 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા
ત્યારે આજરોજ મેજિસ્ટ્રેટ ડી.પી. મહીડા એ સરકારી વકીલ એસ.સી.દવે ની ધારદાર દલીલો ને ધ્યાન માં રાખીને આ કેસની અંદર ચુકાદો આપ્યો છે જેમાં આ કામ ના આરોપી સુરેશ મગન રંગડિયા ને ગુનેગાર જાહેર કર્યો હતો અને આરોપીને આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની કેદ અને 3,000 નો દંડ, આઇપીસી 366 મુજબ પાંચ વર્ષની કેદ, તેમજ આઇ.પી.સી. 376 (2),પોકસો 3(એ), મુજબ ૧૦ વર્ષની કેદ અને ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ભોગબનાનાર સગીરાને ૧ લાખનું વળતર ચૂકવવા ઉપરાંત આરોપીએ જે દંડની રકમ ભરે તે મળી કુલ ૧.૨૦ લાખ વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.