Tuesday, December 31, 2024
HomeGujaratમાળીયા મી.ના ખાખરેચી ગામના પરિવારને માતાના મઢ દર્શન કરી ટ્રેકટરમાં ફરત આવતી...

માળીયા મી.ના ખાખરેચી ગામના પરિવારને માતાના મઢ દર્શન કરી ટ્રેકટરમાં ફરત આવતી વખતે ટ્રેલર રૂપી કાળનો ભેટો:ત્રણના મોત દસથી વધુ ઇજાગ્રસ્ત

કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.માળીયા મી.તાલુકાના નાં ખાખરેચી ગામનો પરિવાર માતાનાં મઢે દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે સમયે અકસ્માત નડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં માળીયા મી.તાલુકામાં આવેલા ખાખરેચી ગામમાં રહેતો કોળી પરિવાર ટ્રેક્ટર લઈને કચ્છ સ્થિત આશાપુરા માતાજીનાં મઢે દર્શન કરવા માટે ગયો હતો.ત્યારે દર્શન કરી પરત ફરતી વખતે ભચાઉ તાલુકાનાં કટારિયા ગામ નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રેક્ટરમાં સવાર કોળી પરિવારનાં સભ્યો પૈકી ત્રણ જીવતીબેન બીજલભાઈ શંખેસરિયા,વનીતાબેન નવઘનભાઈ ઉચાસણા,વિવેક ગોરધનભાઈ શંખેસરીયા ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે દસથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કોળી પરિવારના એક સાથે ત્રણ સભ્યોનાં મોતથી સમગ્ર ખાખરેચી ગામમાં પણ સોંપો પડી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!