ટંકારા તાલુકાના ઘુનડા(સ) ગામના તળાવ પાસે ફોટો પડાવવા રોડ ઉપર એકટીવા પાર્ક કર્યું હોય જે મોપેડ કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લઇ જતાં ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ઉમીયાનગર-૧, ધુનડા રવાપર રોડ ખાતે રહેતા પન્નાબેન જયંતિભાઇ કાવર ઉવ.૪૫ એ તંજરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના સાંજના આશરે ૬.૩૦ વાગ્યે તેમની દિકરી તન્વી એક્ટિવા રજી.નં. જીજે-૩૬-એએમ-૮૫૪૯ લઇને પોતાની બહેન કેયા અને જમાઈ સુનીલભાઈ સાથે ધુનડા ગામના તળાવ પાસે ફોટો પાડવા ગયેલા. ત્યારે તેમણે તળાવ પાસે પોતાનું એકટીવા રોડ ઉપર પાર્ક કર્યું હતું. તન્વીએ એક્ટિવા લોક કર્યા વગર મૂક્યું હતું. જે બાદ ફોટા પાડી પરત આવતા ઉપરોક્ત એક્ટિવા ત્યાં મળ્યું નહિ, જેથી એકટીવા અંગે આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ ન હતું. ઘરમેળે તપાસ કરતા એકટીવા નહીં મળી આવતા પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.