Friday, January 10, 2025
HomeGujaratશ્રી માનસર પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય અને સન્માન કાર્યક્રમ...

શ્રી માનસર પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો

આજે શ્રી માનસર પ્રાથમિક શાળાના માર્ગદર્શક , વૃક્ષપ્રેમી , પ્રકૃતિપ્રેમી , જીવપ્રેમી એવા શિક્ષક શ્રી ખાંભરા ઉગાભાઇ વય નિવૃત્ત થતા તેમનો માનસર ગામના સરપંચ જીતુભાઇ ઠોરિયા અને ખાખરાળા ગ્રુપ શાળા ના આચાર્ય અશોકભાઈ સદાતીયા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં વિદાય અને સન્માન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.આ વિદાય કાર્યક્રમમાં નિવૃત થતા શિક્ષક ઉગાસાહેબ નું શાળા પરિવાર દ્વારા સાલ અને પ્રશિસ્ત સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા માં ગત શૈક્ષણિક વર્ષ 2023-24 અંતર્ગત જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા , બાલાચડી સૈનિક સ્કૂલ પરીક્ષા , CET , NMMS, જ્ઞાનસાધના પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા ના આચાર્ય શૈલેષભાઈ ધાનજા અને શિક્ષક શ્રી નીતેશભાઈ પડસુંબિયા દ્વારા અને બાળકો દ્વારા ઉગાસહેબ સાથે નોકરી દરમીયાન થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા અને નિવૃત્તિ બાદ નું જીવન સ્વસ્થ અને આનંદમય પસાર થાય તેની શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ માં ગામના માજી સરપંચ હેમલભાઈ દેથરીયા, ઉપસરપંચ વસંતભાઈ પંસારા, શાળા ના SMC અધ્યક્ષ પ્રફુલભાઈ બોપલીયા, તલાટી મંત્રી રવિભાઈ કુવાડવા નારણકા પ્રા. શાળા ના આચાર્ય મોહનભાઇ લાવડીયા , વનાળિયા પ્રા. શાળા ના આચાર્ય નરેશભાઈ છત્રોલા અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.અંતમાં મહેમાનો ગામના આગેવાનો અને શાળાના બાળકોએ સ્વરૂચી ભોજન કરીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!