Saturday, January 11, 2025
HomeGujaratશ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્ય નિવૃત થતાં વિદાયમાન સમારંભ યોજાયો

શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્ય નિવૃત થતાં વિદાયમાન સમારંભ યોજાયો

બે દશકા ટંકારા પંથકના હજારો છાત્રોને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સહયોગી બન્યા.

- Advertisement -
- Advertisement -

શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં બાળકોનું ધડતર અને ભણતર કરવામાં બે દશકાઓ કમર કસી છે એવા કગથરા સાહેબનો વય મર્યાદા માનભેર ઉજવાયો. શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના છાત્રોને વિચારશૈલી સાથે વિકાસ મંત્ર આપી આજે અદકેરૂ સ્થાન હાંસલ કરવામાં સિહ ફાળો આપ્યો હતો. તદુપરાંત આચાર્ય સંધના જીલ્લા પ્રમુખ, પરીક્ષા સમિતિના પ્રમુખ, જિલ્લા કર્મચારી ગ્રાહક ધિરાણ સમિતિના પ્રમુખ સાથે વિધાર્થીના વાહ્લસોયા તરીકે ઉમદા ફરજ અદા કરી હતી.

શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ટંકારાના આચાર્ય એલ.વી.કગથરા વય મર્યાદા કારણે શિક્ષણ સેવાથી નિવૃત્ત થતા જ્ઞાનીને સાજે એ રીતનો વિદાય માન શાળા સંચાલક મંડળ સ્ટાફગણ અને ઉપસ્થિત અગ્રણી આગેવાનો દ્વારા આપવામા આવ્યો હતો. આ તકે ગુરૂકુલના આચાર્ય રામદેવજી, જિલ્લા પ્રા.શિ.અધિકારી પ્રવીણ અંબારિયાના, જિલ્લા આચાર્ય સંઘના વર્તમાન પ્રમુખ સરસાવડીયા ઉપપ્રમુખ એન.એચ. દેથરીયા, મહામંત્રી સંજીવ જાવિયા, પરીક્ષા સમિતિના અધ્યક્ષ જે. એચ. સંઘવી, રાજ્ય આચાર્ય સંઘ મહિલા સંગઠન મંત્રી સરોજબેન પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર અમરશીભાઈ ચંદ્રાલા, ટ્રસ્ટીગણના કે.કે.મેરજા, જગદીશ પનારા, જગદીશ કકાસણીયા, હર્ષદરાય કંસારા ટંકારા અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી શાળા પરીવાર વિદ્યાર્થી ભાઈ બહેનો વિશેષ હાજર રહ્યા હતા.

વય નિવૃત્ત થતા આચાર્ય લાલજીભાઇ કગથરા ભાવ વિભોર થયા હતા શિક્ષણ ક્ષેત્રે પુર્ણ આંક સમા નવ વર્ષ લિલાપર હાઇસ્કુલમાં શિક્ષક તરીકે વિતાવ્યા બાદ અહી બે દશકા 20 વર્ષ સુધી શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી જેને ઈમાનદારી અને ફરજનિષ્ઠા પુર્વક નિભાવી હતી. આ વર્ષોમાં અહીથી ભણતર અને ગણતર થકી જ્ઞાન પ્રાપ્ત કરી હાલે જીવનના ટોચના શિખરે પહોચનાર વિધાર્થીના વિકાસને વાગોળી ગર્વ અનુભવ્યો હતો. બોર્ડની પરીક્ષા કે પેપર જોવામાં બહારથી આવતા શિક્ષકોને સંતોષ અપાવ્યાનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે સંચાલક મંડળ, સ્ટાફગણ, ઉપસ્થિત અગ્રણી મહાનુભાવો દ્વારા સન્માન પત્ર, શાલ ઓઢાડીને યાદગાર ભેટ તથા નિવૃત્તીના વર્ષ સ્વસ્થ શરીર સાથે સુખ શાંતિથી પસાર થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!