મોરબી જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા મહાનગરો અને જિલ્લાઓમાં ફરજ બજાવતા પીઆઇ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકા પોલીસમથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા વિરલ પટેલની બદલી સુરત શહેર ખાતે થતાં ગઇકાલે તેઓએ વિધિવત ચાર્જ છોડ્યો હતો.
જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલ બંસલ, ડીવાયએસપી મુનાફખાન પઠાણ એલસીબી પીઆઈ ગોઢાણીયા સહિતના જીલ્લામાં બજાવતા પીઆઈ પીએસઆઈ પણ હાજર રહી વિરલ પટેલની ભવિષ્યની ઉત્કૃષ્ઠ કામગીરી માટે વિદાય આપી શુભેચ્છા પાઠવી હતી આં ઉપરાંત પોલીસ મથકે પણ મોરબીનાં પોલીસકર્મીઓ, ઉધોગપતિઓ અને આગેવાનોએ પીઆઈ વિરલ પટેલને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે પીઆઈ વિરલ પટેલ મોરબી જીલ્લામાં આશરે દોઢ વર્ષ જેટલા સમયગાળામાં વાકાનેર શહેર,મોરબી બી ડિવિઝન અને મોરબી તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવી હતી ત્યારે તેઓ હવે પછી સુરત શહેરમાં પોતાની સેવા આપશે ત્યારે આં સમય ગાળા માં પીઆઈ વિરલ પટેલે અનેક ચોરી,લુંટ,હત્યા,દારૂ, અપહરણ તેમજ અનેક ગંભીર ગુનાઓ સોલ્વ કર્યા છે જે મુજબ હવે સુરત શહેર માં પણ તેઓ આં જ રીતે કામગીરી કરે તેવી મોરબી મીરર ટીમ પણ શુભેચ્છાઓ પાઠવે છે.