મોરબીના નવા સાદુળકા ગામે વાડીની ઓરડીમાં રહેતા મધ્યપ્રદેશના ખેત શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ હરીપર-કેરાળા માર્ગ પર શિવલાલ મગનભાઇની વાડીમા રહેતા ખેત શ્રમિક પતલીયા ગમલા રાઠ્વા ઉવ.૪૩ મૂળરહે. અહમરાબેરી ગામ જીલ્લો અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાએ ગઈકાલ તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ ઉપરોક્ત વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા દિલીપભાઇ જશાભાઇ પાંચોટીયા મૃતદેહને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









