મોરબી તાલુકાના રાજપર ગામના ૪૨ વર્ષીય આધેડે ત્રાજપર ખાતે ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તપાસી તેમને મૃત જાહેર કરતા બી ડિવિઝન પોલીસે અ.મોત. દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા ઉવ.૪૨ એ ગઈકાલ તા.૧૧/૦૯ના રોજ ત્રાજપર ગામે સિસ્સકો સિરામિક પાછળના ખેતરમાં અજાણ્યા કારણોસર ઝેરી દવા પી ગયા હતા. જેથી પરિવારે તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી સિટી બી ડીવી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે