માળીયા મીના રોહિશાળા ગામે ખેડૂત ની હત્યા થયાની ઘટના સામે આવી છે.જેમા ખેડૂતના ખિસ્સામાંથી રોકડ તથા સોના-ચાંદીના ઘરેણાં ગાયબ થઇ જતા પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના રોહિશાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા રોહિશાળા ગામના પૂર્વ સરપંચ ચંદુભાઈ કાલરીયાના નાના ભાઈ પરેશ જાદવજીભાઈ કાલરીયાનો તેમના ખેતરમાં ગત મોડી રાત્રે મૃતક પરેશ કાલરીયા મજૂરોને ડીઝલ આપવા ગયા હતા. જે ઘરે પરત ન ફેલાતા પરિવારજનોએ તેમની તપાસ હાથ ધરી હતી જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે મૃતક પરેશ ભાઈ રાત્રે તેમની વાડી તરફ ગયા હતા જે બાદ વાડીએ જઈ પરિવારજનોએ તપાસ કરતા લોહીના ડાઘ મળ્યા હતા અને ત્યાર બાદ દાટેલી હાલતમાં રહેલ મૃતદેહ પર નજર પડી હતી જેથી તુરંત માળીયા મી.પોલીસને જાણ કરી હતી અને મૃતદેહ પરેશભાઈનો હોવાનું માલુમ પડ્યું હતું.ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને વાડીમાં તપાસ કરતા વાડીના મજૂર વાડીમાં હાજર ન મળતા મજૂર હત્યા કરીને નાસી છૂટ્યાની આશંકાને આધારે મોરબી એલ.સી.બી. અને માળીયા મિયાણા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, મૃતક ખેડૂતના ખિસ્સામાંથી ૫૦ હજાર રોકડા તથા ગળામાં રહેલ ૪ થી ૫ તોલાનો સોનાનો ચેઇન અને તે સાથે લઈને ગયેલ બાઇક ગાયબ છે. જેથી પોલીસે લૂંટના ઇરાદે ઈસમોએ પરેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાની શંકાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ બીજી બાજુ મૃતકના ખેતરમાં કામ કરતા મજૂરો પણ ગાયબ હોવાથી શંકાની સોય તેમના તરફ જતા તેઓને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.