મોરબી તાલુકાના સોખડા ગામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખેડૂત ઉપર અચાનક વીજળી પડતા તેમનું મોત થયું હતું. મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યારે બનાવ મામલે પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉવ.૪૫ તા. ૧૭ ઓગસ્ટના રોજ સાંજે ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ સમયે અચાનક આકાશમાંથી વીજળી પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ મૃતક મુકેશભાઈનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.