ટંકારા તાલુકાના નેકનામ ગામે આજે રાત્રે મહત્વપૂર્ણ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના મુદ્દાઓને લઈ ચર્ચા અને સંકલ્પનો સંદેશ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આજે તા. ૨૩/૦૩/૨૦૨૬ સોમવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે “પડઈનીય સંકલ્પ યાત્રા” અંતર્ગત નેકનામ ગામે ખેડૂત સભા યોજાશે. જેમાં રાજુભાઈ કરપડા ખેડૂતોએ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં “સંગઠિત કિસાન, સમૃદ્ધ કિસાન”ના સૂત્ર સાથે ખેડૂતોને એકતા અને હક્ક માટે લડવા પ્રેરણા આપવામાં આવશે. રાજુભાઈ કરપડાએ સંદેશ આપ્યો છે કે, “તમામ ખેડૂત મારો પરિવાર છે અને પરિવાર માટે લડવું એ મારું કર્મ છે.” આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









