બ્રહ્મ સમાજના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા અને વિધાર્થીઓની પ્રતિભા ખીલવવાના ઉમદા ભાવથી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 172 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પરશુરામધામ નવલખી રોડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સન્માન સમારોહમાં 172 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોરબી ડેપ્યુટી ડી.ડી.ઓ. શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, એડવોકેટ જલ્પાબેન પંડ્યા, મોરબી જિલ્લા મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ કિરણબેન ઠાકર, રાજુભાઈ કે ભટ્ટ, જયેશભાઈ દવે, અતુલભાઇ જોશી, અજયભાઈ ધાંધલીયા, સુરેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ રાવલ અને રુચિતાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા તથા વિજયભાઈ રાવલે જેહમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બ્રહ્મબંધુએ ફલહારનો પ્રસાદ લીધો હતો…