હળવદ તાલુકાના માલણીયાદ ગામે દયારામભાઈ નાનજીભાઈ પરમારની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના ચકલની માળ ગામના રહેવાસી રક્ષાબેન અરવિંદભાઇ રાઠવા ઉવ.૨૬ એ ગઇ તા-૦૫ જુનના રોજ માલણીયાદ ગમે ઉપરોક્ત વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ લઇ જતા જ્યાં ચાલુ સારવાર દરમયાન તા-૦૭ જૂનના રોજ મરણ ગયેલ હોય, ત્યારે હળવદ પોલીસે અ મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









