Tuesday, January 7, 2025
HomeGujaratનવયુગ વિદ્યાલય, મોરબી ખાતે 'ફીમેલ હેલ્થ અવેરનેસ' કાર્યક્રમ યોજાયો

નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘ફીમેલ હેલ્થ અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ મહિલા સશક્તિકરણ તરફ એક પગલું છે. આ દિવસનો ઉદ્દેશ્ય મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ છે. ત્યારે નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘વુમન્સ ડે’ને અનુલક્ષીને ધોરણ 7 થી 11ની ગર્લ્સ માટે આજના સમયમાં ગર્લ્સની તંદુરસ્તી અને સાવચેતીને ધ્યાનમાં લઈ ‘ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે આજ રોજ ‘વુમન્સ ડે’ને અનુલક્ષીને ધોરણ 7 થી 11ની ગર્લ્સ માટે આજના સમયમાં ગર્લ્સની તંદુરસ્તી અને સાવચેતીને ધ્યાનમાં લઈ ‘ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્ષત્ર હૉસ્પિટલના ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમના દ્વારા વર્તમાન સમયમાં પ્રવર્તમાન ગર્લ્સના હેલ્થના મુંઝવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ નવયુગ વિદ્યાલયની ગર્લ્સનાં હેલ્થ સંબંધિત પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વૈશાલી વડનગરા, ડૉ. માધવી પટેલ અને ડૉ. બ્રિન્દા ફેફરે વિડિયોના માધ્યમ વડે ઝીણવટપૂર્વક હેલ્થ સંબંધિત સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!