Saturday, June 7, 2025
HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે ઉપર રિવર્સ આવતી બોલરોની ટકકરે રાહદારી મહિલાનું મૃત્યુ.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રિવર્સ આવતી બોલરોની ટકકરે રાહદારી મહિલાનું મૃત્યુ.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર પેગવીન કારખાના નજીક રોડની કટ ઉપર ઉભેલ મહિલાને રિવર્સ આવતી બોલેરોની ટક્કર વાગતા, મહિલાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન લઈને ભાગી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. મૃતક મહિલાના પુત્ર દ્વારા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટ ગોંડલ રોડ ઉપર લોધેશ્વર સોસાયટી શેરી નં.૬ વાળા અજયભાઈ ભરતભાઇ સોઢા ઉવ.૨૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો પીકઅપ રજી.નં. આરજે-૦૪-જીસી-૫૩૫૦ વાળાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગયી તા.૦૯/૦૫ ના રોજ ફરીયાદી અજયભાઈના માતા મંજુબેન ભરતભાઈ સોઢા ઉવ.૫૫ વાળા પેગ્વીન કારખાના તરફ જતા રસ્તાની કટ્ટ પાસે ઉભા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ ગાડી પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે, રિવર્સ લેતા મંજુબેનને ઠોકરે ચડાવ્યા હતા, જેથી મંજુબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતની ઘટના બાદ તુરંત બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માત મામલે તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!