મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવરહાઉસની પાછળ ઈંપોઝ કંપનીમાં રહેતા અંજલીદેવી મહેશ સ્વામી ઉવ-૪૦ ગઈકાલ તા.૧૯/૦૫ના રોજ ઇંપોઝ કંપનીમાં બપોર બાર વાગ્યાની આસપાસમાં સાફસફાઇ કરતાં હતાં ત્યારે કોઇ કારણસર પ્રેસ-મશીનમાં તેમનું માથુ આવી જતાં અંજલીદેવીને મૃત હાલતમાં તેમના પતિ મહેશ સ્વામી દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં લાવતાં જ્યાં ફરજ પરનાં ડોક્ટરે મરણ જાહેર કરેલ હતા. હાલ તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી માટેની કાર્યવાહી શરૂ કરી છે. મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.