હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, ચુપણી ગામની સીમમાં દેવીપૂજકવાસમાં રહેતો ઘનશ્યામ ઉર્ફે ઘનો પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ બાવળની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવે છે. જે બતમીબે આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે દરોડો પાડતા જ્યાંથી ૩૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૭,૫૦૦/-મળી આવ્યો હતો. જયારે આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો સવાભાઈ વાઘેલા પોલીસની રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.









