માળીયા મી.ના સરવડ ગામ નજીક ગત તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અર્તિકા કાર ચાલકે બાઈકને સવાર માતા પુત્રને હડફેટે લીધા હતા બાદમાં ત્યાંથી નાસી ગયો હતો અને 108 મારફતે ઈજાગ્રસ્ત માતા પુત્ર ને લાવવામાં આવ્યા હતા જોકે સારવાર મળે એ પહેલાં માતા ફરઝનાનું ઘટનાસ્થળે અને બાદમાં 16 વર્ષના સગીર પુત્ર શાહનવાઝનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેમાં કાર ચાલક વિરૂધ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ આ બનાવમાં કાર ચાલક અને આરોપી ઉસ્માનખા હિસ્મતખા ખોરમ પણ મૃતક માતા પુત્ર જૂના દેરાળા ગામનો જ છે અને આ બનાવ હત્યાનો હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
બનાવની વિગત મુજબ માળીયા તાલુકાના જૂના દેરાળા ગામના રહેવાસી મૃતક ફરઝાનાબહેન ખોરમ પોતાની આંગણવાડી ની મીટીંગ પૂરી કરી ને પરત આવતા હતા અને સરવડ ગામ પાસે ઉતર્યા હતા જ્યાં તેમની પુત્ર શાહનવાઝ ખોરમ તેમને તેડવા આવ્યો હતો જ્યાંથી બન્ને મતાપુત્ર બાઈક પર સરવડ થી દેરાળા જવા માટે રવાના થયા હતા જે દરમિયાન સિંગલ પટ્ટી રોડ પર અર્ટિકા કાર નં. GJ 03 HK 4400 એ તેમને હડફેટે લીધા હતા જેમાં ફરઝાના બહેન નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પુત્ર શાહ નવાઝ નું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું જે બાબતે અર્તીકા કાર ચાલક ઉસ્માન ખા હિસ્મત ખા ખોરમ રહે.જૂના દેરાળા તા.માળીયા મી. વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ પણ કરી લેવાઈ હતી.
જ્યારે આ સમગ્ર બનાવ બાબતે માળીયા મી. પંથકમાં જોરશોર થી ચર્ચાઓ ઉઠી રહી છે જે ચર્ચાઓ મુજબ મૃતકો અને આરોપી ને જમીન બાબતે મનદુઃખ ચાલતું હતું અને જે મામલે જ જાણી જોઈને અકસ્માત સર્જીને બન્ને માતા પુત્રની હત્યા નીપજાવવામાં આવી છે ત્યારે આ મામલે તટસ્થ પોલીસ તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
ત્યારે બીજી બાજુ એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે બન્ને માતા પુત્રને ક્યા નંબર ની કરે હડફેટે લીધા કોણ આરોપી હતો તેવી વિગતો ફરિયાદીને કઈ રીતે ખબર પડી?આવડો અકસ્માત સર્જીને આરોપી ત્યાં ઊભો રહ્યો હતો?આરોપી પણ મૃતકોના ગામનો હતો તો પોલીસે શા માટે આરોપી અને મૃતકોના અગાઉના સંબંધો અંગે તપાસ ન કરી?આખા પંથકમાં હત્યાની વાતે જોર પકડ્યું છે તો પોલીસે આ ચર્ચાને ધ્યાનમાં લઈને ઊંડી તપાસ શા માટે ન કરી?આવા અનેક સવાલો હાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે અને હવે હકીકત બહાર લાવવા માટે ઊંડી અને તટસ્થ પોલીસ તપાસ થાય તે જરૂરી બન્યું છે.
આ મામલે માળીયા મિયાણા પીએસઆઈ એન.એમ.ગઢવી સાથે ટેલિફોનીક વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કેસની હજુ તપાસ ચાલુ છે આ ગુનાનો આરોપી ઉસ્માન મૃતકોની જમીન વાવતો હતો એ વાત તથ્ય છે પરંતું હત્યા કરાઈ હોય તેવું કઈ તપાસ માં બહાર આવ્યું નથી અને હજુ પણ આ કેસમાં તપાસ ચાલુ છે જો એવી કોઈ હકીકત સામે આવશે તો ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે.