વાંકાનેરના ચંદ્રપુર મીરાનીનગર ખાતે મોટર સાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતાં દીકરાની માતાએ છોકરાને ઊભો ન રાખવો તેવો ઠપકો આપવા જતા સામ સામે મારામારી કરવાની ઘટના બની હતી. જેને લઇને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં સામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરના ચંદ્રપુર મીરાનીનગર ખાતે ઇકબાલભાઈ અલારખાભાઈ નારેજાના દિકરા અમનને હમીદભાઈ બ્લોચ ઉર્ફે ભુરાભાઈએ મોટર સાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતાં દીકરાની માતા જેનુબેને છોકરાને ઊભો ન રાખવા તેવો ઠપકો આપવા જતા ગાલ પર ફડાકો મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ ફરિયાદી ઇકબાલભાઈ અલારખાભાઈ નારેજા છોડાવવા જતા લાકડાના ધોકાથી માથાના ભાગે તથા નાકના ભાગે ફ્રેકચર કરી ઇજા પહોંચાડી તેમજ 8 વર્ષના દીકરા હુસેનને પણ લાકડાના ધોકાથી માથાના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપીના દીકરાએ લાકડાના ધોકાથી ફરિયાદીના 17 વર્ષના દીકરા અમનને માથાના ભાગે તથા વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડતા હમીદભાઈ બ્લોચ કે જે ભુરાભાઈના નામથી ઓળખાય છે તે તથા હમીદભાઈ બ્લોચનાં બીજા નંબરનાં દિકરા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જયારે હમીદભાઈ ઉર્ફે ભુરાભાઈ અલારખાભાઈ બ્લોચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, તેઓએ જેનુબેન ઇકબાલભાઈ નારેજાના દિકરા અમનને મોટરસાઈકલ ધીમુ ચલાવવા ઠપકો આપેલ તેનુ સારૂ નહિ લાગતા જેનુબેન ઇકબાલભાઈ નારેજાએ ફરિયાદીને ગાળો બોલી તેમજ ઇકબાલભાઈ અલારખાભાઈ નારેજાએ હાથમા કુહાડી લઈ આવી ફરિયાદીએ કુહાડી પકડી લેતા ફરિયાદી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઈ અલારખાભાઈ બ્લોચને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ અમન ઇકબાલભાઈ નારેજાએ માથાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.