Thursday, March 19, 2026
HomeGujaratહળવદના મિયાણી ગામે ભુંડ પકડવા અને કેસ પરત ખેંચવા બાબતે બે પક્ષ...

હળવદના મિયાણી ગામે ભુંડ પકડવા અને કેસ પરત ખેંચવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

હળવદના મિયાણી ગામે ભુંડ પકડવા બાબતે તેમજ અગાઉ કરેલ પોલીસ કેસ પરત ખેંચવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે, હાલ બંને પક્ષોએ હુમલા અંગે હળવદ પોલીસ સમજશ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે બંને પક્ષના કુલ ૧૩ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા મુદ્દે તથા કેસ પાછો ખેંચાવવાના દબાણને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ મામલે બંને પક્ષે એકબીજા સામે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ફરિયાદ અનુસાર હરમિન્દ્રસિંઘ પ્યારસિંઘ ટાંક ઉવ.૨૭ રહે.હળવદ-ટીકર રોડ ગંગાનગર વાળાએ આરોપીઓ જશબિરસિંધ, ગુરમુખસિંધ ચિમનસિંધ, નારણસિંધ, જગજીતસિંધ, મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ, ઓમકારસિંધ સાતેય રહે. વાંકાનેર નવાપરા રામ મંદિર પાછળ તથા આરોપી હરિસિંધ રહે. ખંભાત જી.આણંદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, આરોપીઓએ અગાઉ દાખલ કરાયેલ કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું. જે બાબતે ના પાડતા તમામ આરોપીઓએ ગાળો આપી મારપીટ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અન્ય આરોપીઓ પણ આવી પહોંચ્યા અને હુમલો કરી પરિસ્થિતિ વધુ ઉગ્ર બનાવી હતી.

જ્યારે બીજી તરફ નારણસિંઘ બગ્ગા ઉવ.૨૩ રહે.વાંકાનેર નવાપરાએ આરોપીઓ કિર્તીનસિંધે, બલદેવસિંધે બંને રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા આરોપી પ્યારાસિંઘ અને હરમિન્દરસિંધ રહે.બન્ને હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ભુંડ પકડવા ગયા ત્યારે ઉપરોક્ત આરોપીઓએ તેમના વિસ્તારમાં ભુંડ પકડવા આવવા મુદ્દે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ બંને પક્ષોની ફરિયાદોના આધારે પોલીસે કુલ ૧૩ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી.એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!