સોશિયલ મીડિયાવોટસએપમા મેસેજ કરવા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ બે યુવાનો પર લોખંડનુ ધારીયુ, તલવાર તથા લોખંડના પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો હતો. અને મારી નાખવાના ઇરાદેથી બંનેને જેમફાવે તેમ ઘા મારતા યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ વીશીપરા કુલીનગર-૧ ખાતે રહેતા મજુર હુશેનભાઇ આલમભાઇ સામતાણી તથા અશરફભાઇને એજાજ ઉર્ફે બાબુ સંધી (રહે મોરબી વાવડી રોડ) તથા વીપુલ ગઢવી (રહે મોરબી વાવડી રોડ) સાથે આજથી છ એક માસ પહેલા વોટસએપ મેસેજ કરવા બાબતે માથાકુટ થયેલ હોય તેનો રોષ ઉતારવા બંને શખ્સોએ સલીમભાઇ રાઉમા (રહે મોરબી માધાપર) તથા બશીર ફકીર (રહે મોરબી માધાપર નંબર) સાથે મળી પુર્વયોજીત કાવત્રુ ઘડી પોતાના હાથમા લોખંડનુ ધારીયુ, તલવાર તથા લોખંડના પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરિયાદી હુશેનભાઇ તથા અશરફભાઇ પોતાના સમાજના સમુહ-લગ્નમાંથી પરત આવતા હતા. ત્યારે આરોપીઓએ એકદમથી દોડીને આવી બને પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને આરોપીએ ડાબા ખભ્ભા નીચે તલવારનો એક ઘા તથા સહેદને માથામા ધારીયાનો એક ઘા મારી મારી નાખવાની કોસીસ કરવામાં આવી હતી. જેને લઈ બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.