મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઈસમે મારી બાતમી પોલીસને કેમ તેમ કહી યુવક પર હુમલો કર્યો હતો. તેમાં બંને પક્ષે સામસામે લોકોએ આવી માથાકૂટ કરી મારામારી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મોરબીમાં શકત શનાળા ઇન્દીરાવાસ શાઇબાબા ચોક પાસે રહેતા મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા નામનો યુવક ગત તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ પોતાનુ GJ-36-J-9113 નંબરનું મોટર સાયકલલઇને પોતાના ઘરેથી તેના કાકાના ઘરે જતો હતો. ત્યારે સામેથી નિતીન મહેશભાઇ સોલંકી નામના ઈસમે પોતાની GJ-36-L-4968 નંબરની ઇક્કો કાર લઇને ફરીયાદીના મોટર સાયકલ નજીક લઇ જઇ બોલાચાલી કરી બાદમાં નિતીન મહેશભાઇ સોલંકી તથા રાહુલ મહેશભાઇ સોલંકીએ ફરીયાદીના ઘર પાસે લોખંડનો પાઇપ તથા લાકડાનો બેઝ બોલનો ધોકો લઇ જઇ ઘરની બહાર ઉભેલ ફરીયાદી તથા તેના મમ્મીને ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેકચર કરી તથા માથાના ભાગે તથા વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરિયાદીના મમ્મીને ડાબા હાથના પંજામાં આંગળીમાં ધોકા વડે ફ્રેકચર જેવી ઇજા કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, મોરબીમાં શકત શનાળા ઇન્દીરાવાસ શાઇબાબા ચોક પાસે રહેતા નિતીનભાઇ મહેશભાઇ સોંલંકી ગત તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ પોતાની GJ-36-L-4968 નંબરની ઇકો કાર લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા નામના શખ્સે પોતાનુ મોટર સાયકલ લઇને સામે આવી ફરિયાદીની કાર ઉભી રખાવી ફરિયાદીને ભુંડી ગાળો આપી પોલીસમાં કેમ મારી બાતમી આપે છે તેમ કહી હવે જો મારી બાતમી આપીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ બાદમાં ફરિયાદીના દાદીમાં આરોપીના ઘરે ઠપકો આપવા જતા તેઓને માર મારતા ફરિયાદી તથા તેનો ભાઇ રાહુલ પોતાની ઇકો કાર લઇને જતા ફરિયાદી તથા ફરિયાદીના ભાઇને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, હંસાબેન રવજીભાઇ વાઘેલા તથા સપનાબેન મહીપતભાઇ ઉર્ફે ભુરો વાઘેલાએ લોખંડના પાઇપ તથા હાથ વડે ફરિયાદીને બન્ને હાથમાં તથા ડાબા કાનની પાછળ માથાના ભાગે તથા ફરિયાદીના દાદીમાંને કપાળના ભાગે તથા ફરિયાદીના ભાઇ રાહુલને જમણા હાથની કોણી પાસે મુંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.