મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ૧ થી ૫ મે દરમિયાન શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર, ગંદકી કરનાર અને જાહેરમાં કચરો સળગાવનારા કુલ ૭૦ આસામી સામે કાર્યવાહી કરી રૂ. ૩૫,૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સતત સક્રિય કામગીરી કરી રહી છે. ત્યારે ૧ થી ૫ મે દરમ્યાન પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ખાસ ઝુંબેશ ચલાવી અને શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, જાહેરમાં ગંદકી ફેલાવવી અને કચરો સળગાવા જેવા ગુનાઓ સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૫ આસામીઓ પાસેથી રૂ. ૧૬,૮૦૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ જ ૪૪ આસામીઓ પાસેથી ગંદકી કરવા બદલ રૂ. ૧૮,૧૦૦/-, અને જાહેરમાં કચરો સળગાવનારા ૧ આસામી પાસેથી રૂ. ૨૦૦/- નો દંડ વસુલ કરાયો હતો.