મોરબીના પંચાસર ગામ નજીક આવેલ એક ખેતરમાં આગ ભભૂકી હતી અને પરાડી સળગાવતા આ આગ બેકાબૂ બની હતી અને આગળ વધવા લાગી હતી તેમજ આજુ બાજુ ના ખેતર સુધી પહોંછે તે પેહલા જ મોરબી ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો હતો.
પંચાસર ગામ નજીક સાતથી આઠ વીઘાના ખેતરમાં આગ લાગી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે, ખેડૂતે ઘઉને પરાળી સળગાવતા આગ બેકાબૂ બની હતી. ત્યારે એકાએક વિકરાળ આગ લાગતા થોડો સમય સ્થાનિકોમાં ભાયના માહોલ સાથે નાશભાગ મચી જવા પામી હત જો કે, મોરબી ફાયર વિભાગ દ્વારા આગ વધુ ખેતરોમાં પ્રસરે તે પેહલા તેના પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.