Sunday, September 8, 2024
HomeGujaratમોરબી શહેરમાં જીઆઇડીસીમાં આવેલ ગરમ કપડાના સ્ટોલમાં આગ ભભૂકી

મોરબી શહેરમાં જીઆઇડીસીમાં આવેલ ગરમ કપડાના સ્ટોલમાં આગ ભભૂકી

મોરબીમાં વધુ એક આગજનીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગરમ કપડાની તિબેટીયન માર્કેટમાં આગ ભભૂકી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા જ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગરમ કપડાની માર્કેટમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. જેને લઇ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થાનિકોએ બનાવને એ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી વેહલી સવાર સુધીમાં એક મીની ટેન્ડર અને એક વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબુમાં આવે તે પહેલા જ સ્ટોલમાં રાખેલ ગરમ કપડા અને એક બાઈક સહિત અંદાજિત બે થી ત્રણ લાખનો મુદ્દામાલ બાળીને ખાક થયો હતો. જોકે સદ નસીબે અંદર સૂતેલા લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!