Thursday, September 19, 2024
HomeGujaratટંકારાના લક્ષ્મીકાંન્ત કોટન ખાતે કપાસના ઢગલામાં લાગી આગ

ટંકારાના લક્ષ્મીકાંન્ત કોટન ખાતે કપાસના ઢગલામાં લાગી આગ

મોરબીમાં આગજનીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ગઈકાલે ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલ અશાબાપીરની દરગાહ પાસે લક્ષ્મીકાંન્ત કોટન જીનના ગ્રાઉન્ડમા રહેલ કપાસના ઢગલામાં આગ લાગી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,રૂપસિંહ ચંદુભા ઝાલાની ટંકારાનાં કલ્યાણપર રોડ પર અશાબાપીરની દરગાહ પાસે લક્ષ્મીકાંન્ત કોટન જીન મિલ આવેલ છે. જેના ગ્રાઉન્ડમા કપાસની ચાર ગાચડીનો ઢગલો પડેલ હોય અને તે ઢગલામાથી GJ03EA-8653 નમબારાના લોડરના ચાલક રાજુસીંગ સમદરસીંગ પુવારએ કપાસના ઢગલામાથી લોડર વડે કપાસ ઉપાડવા જતા લોડરનુ સુપડુ સીમેન્ટના ધાબા સાથે અડતા તણખો ઝરતા કપાસના ઢગલામા આગ લાગી હતી. જો કે ફાયર વિભાગને બનાવની જાણ કરાતા ફાયર ફાયટરોએ સ્થળ પર આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!