મોરબીનાં બગથળા ગામે ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બોઇલર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ હાલ લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે વિકરાળ આગના કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ હતા તેમજ આ બનાવમાં બે લોકોના મોત અને એક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં બગથળા ગામે આવેલ Eve synthetic નામની ફેકટરીમાં આજે બપોરનાં સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા. ત્યારે બનાવમાં હિતેશ મનસુખભાઈ ડેડકિયા.(ઊ.37) અને વિપુલભાઈ ઠાકરશી
ભાઈ ધોરી(ઊ.40) નુ મોત નીપજ્યું હતું જ્યારે નીતિનભાઈ ધામેચા (ઉ વ ૫૧) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને ખાનગી હોસ્પિટલો માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બોઇલર ફાટતા આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.