મોરબી સહિત સમગ્ર ભારત માં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આવા સમયે આગ લાગવાના બનાવોમાં પણ અસામાન્ય વધારો થતો હોય છે.અને મોરબી માં પણ છેલ્લા કેટલાક દિવસ થી રોજ આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.

જેમાં આજે બપોરના સમયે વધુ એક આગ લાગવાનો બનાવ મોરબીના વાવડી રોડ પર આવેલ સતનામ ગૌશાળા માં બન્યો હતો જેમાં ગૌશાળાના ગોડાઉન માં રાખેલ અંદાજીત ૩૦૦ ટ્રેક્ટર ભરાઈ જાય એટલા ગાય ના ઘાસચારા માં આગ લાગી હતી અને સમગ્ર ગોડાઉન ઘાસચારા થી ભરેલું હોય આગ વધુ પ્રસરી હતી અને અંદાજીત ૧૦ લાખ રૂપિયાનો નો ઘાસચારો સળગી ને ખાક થઈ ગયો હતો અને આ આગને પગલે મોરબી ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક સતનામ ગૌશાળા ખાતે પહોંચી જઈને ત્રણ જેટલા ફાયર ના વાહનો કામે લગાડી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


 
                                    






